મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગર / 40 ગામોમાં પ્રથમવાર વિશાળ આરોગ્ય સર્વે

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ વખત 40 ગામોમાં વિશાળ આરોગ્ય સર્વે શરૂ કરવામાં આવ્યો છે. સરપંચો

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ વખત 40 ગામોમાં વિશાળ આરોગ્ય સર્વે શરૂ કરવામાં આવ્યો છે. સરપંચો અને સેવાકીય સંસ્થાઓના સહયોગથી શરૂ કરાયેલા આ નવકાર પ્રયોગમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. સર્વે મુજબ 10,000થી વધુ લોકોને આંખોમાં ઉણપ હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે ગ્રામીણ વિસ્તારમાં કેલ્શિયમની ખામીના દર્દીઓ પણ મોટા પ્રમાણમાં જોવા મળ્યા છે. ઉપરાંત પથરી, પેટના દુખાવા અને ચામડીના રોગોના કેસ પણ નોંધાયા છે. પીડિત દર્દીઓને સારવાર માટે સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ સાથે જોડીને ઈલાજ શરૂ કરાયો છે. જિલ્લામાં પ્રથમવાર આ પ્રકારની વ્યાપક આરોગ્ય કામગીરી હાથ ધરાઈ છે.

આ સમાચાર શેર કરો