મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગર/ સાયલામાં વીજ કટોકટીઃ ધારાસભ્યએ યોજી બેઠક

સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં વાવાઝોડા બાદ ખોરવાયેલા વીજ પુરવઠાને લઈને લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા એક્શન મોડમાં જોવા મળ

સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં વાવાઝોડા બાદ ખોરવાયેલા વીજ પુરવઠાને લઈને લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા એક્શન મોડમાં જોવા મળ્યા હતા. તેમણે આ અંગે પીજીવીસીએલના અધિકારીઓ સાથે બેઠક પણ યોજી હતી. છેલ્લા પાંચ દિવસમાં વીજળી ગુલ થવા અંગે 126 જેટલી ફરિયાદો નોંધાઈ  અને ખેતીવાડીના મોટાભાગના એ.જી. ફીડર બંધ થઈ જતા ખેડૂતો તેમજ સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખી ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ PGVCLના અધિક્ષક ઈજનેર એન. એન. અમીન સહિત લીંબડી ડિવિઝનના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજી હતી. બેઠકમાં ધારાસભ્યએ પ્રિ-મોસમની કામગીરીની સમીક્ષા કરી અધિકારીઓને સ્પષ્ટા શબ્દોમાં ચીમકી આપી હતી કે જનતા અને ખેડૂતોના પ્રશ્નો તાકીદે ઉકેલી વીજ પુરવઠો ઝડપથી શરૂ કરવામાં આવે.  

આ સમાચાર શેર કરો