મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગર: પોપટપરામાં અસમાજીક તત્વોના આંતકથી સ્થાનિકોનો રોષ ભભૂક્યો, લોકોએ રસ્તા કર્યા બ્લોક

રાજ્યના સુરેન્દ્રનગરમાં પોપટપરા વિસ્તારમાં અસમાજીક તત્વોનો ભારે આતંક જોવા મળ્યો હતો. મળતા અહેવાલ પ્રમ

સુરેન્દ્રનગર: પોપટપરામાં અસમાજીક તત્વોના આંતકથી સ્થાનિકોનો રોષ ભભૂક્યો, લોકોએ રસ્તા કર્યા બ્લોક

રાજ્યના સુરેન્દ્રનગરમાં પોપટપરા વિસ્તારમાં અસમાજીક  તત્વોનો ભારે આતંક જોવા મળ્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે  સુરેન્દ્રનગરના પોપટપરા વિસ્તારમાં સ્થાનિક લોકોએ રોડ- રસ્તા બ્લોક કર્યા હતા. અસામાજિક તત્વોનો વધતા આંતક સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.

 પોપટપરા વિસ્તારના યુવકોને જાનથી મારી નાખવાની ધમકી આપી

અસામાજિક તત્વો દ્વારા  પોપટપરા વિસ્તારના યુવકોને જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો ગરમાયો હતો.રોડ રસ્તા બ્લોક કરતા સીટી પોલીસ મથકના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી ગયા હતા.

અસામાજિક તત્વો ઉપર કડક કાર્યવાહીની સ્થાનિક લોકોએ માંગ કરી

અસામાજિક તત્વો ઉપર કડક કાર્યવાહીની સ્થાનિક લોકોએ માંગ કરી હતી. પોલીસ અધિકારીઓએ લુખ્ખા તત્વો સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

આ સમાચાર શેર કરો