VIDEO:બારડોલીમાં મામલતદાર કચેરી બહાર ઉપવાસ પર બેસેલા વિપક્ષી નગરસેવકોને પોલીસે ડિટેઇન કર્યા
સોર્સ : gstv
સુરત જિલ્લાના બારડોલીમાં નગરપાલિકાના વિપક્ષી સભ્યો દ્વારા નગરના પડતર પ્રશ્નો બાબતે મામલતદાર કચેરી ખાતે ઉગ્ર હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. નગરમાં વરસાદી પાણી ભરાવા, રસ્તાઓ પર પડેલા ખાડા અને વિવિધ વિસ્તારોમાં સર્જાતી પૂરની સ્થિતિ અંગે પાલિકા તંત્ર દ્વારા કોઈ ઠોસ કામગીરી ન કરાતા નગરસેવકો કચેરી બહાર જ ઉપવાસ પર બેસી ગયા હતા. વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે બિલ્ડરોના ખોળે બેસેલું તંત્ર પૂરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શક્યું નથી. આ આંદોલન દરમિયાન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઉપવાસ પર ઉતરેલા તમામ વિપક્ષી સભ્યોને ડિટેઇન કરી બારડોલી ટાઉન પોલીસ મથકે લઈ ગઈ હતી.

