VIDEO: માંગરોળના પીપોદ્રા GIDCમાં વેસ્ટજ ગોડાઉનમાં ભીષણ આગ
સોર્સ : GSTV
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા GIDC વિસ્તારમાં આવેલા વેસ્ટેજ ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં બે ફાયર ફાઈટરની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસોમાં લાગી ગઈ છે. પાલોદ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી રહી છે. આગના કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. ફાયર વિભાગ દ્વારા આગને વધુ ફેલાતી અટકાવવા સતત કામગીરી કરવામાં આવી રહી છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

