Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : VIDEO: Massive fire breaks out in Surat's Millennium Market-1, brigade call issued

VIDEO: સુરતના મિલેનિયમ માર્કેટ-1 માં ભીષણ આગ ફાટી નીકળી, બ્રિગેડ કોલ જાહેર કરાયો

Timeછેલ્લું અપડેટ : 16 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

 ટેક્સટાઈલ સિટી સુરત ફરી એકવાર આગની લપેટમાં આવ્યું છે. આજે બપોરે શહેરના વ્યસ્ત ગણાતા રિંગ રોડ વિસ્તારમાં કમેલા દરવાજા પાસે આવેલી પ્રખ્યાત મિલેનિયમ માર્કેટ-1 માં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે, જોતજોતામાં ધુમાડાના કાળા ગોટા આકાશમાં છવાઈ ગયા હતા અને આખું માર્કેટ ધુમાડાથી ભરાઈ ગયું હતું.

App Store

દુકાન નંબર 69-71 થી શરૂ થઈ તબાહી

પ્રાપ્ત માહિતી અનુસાર, માર્કેટના પહેલા માળે આવેલી વૈષ્ણવી ક્રિએશન નામની એક દુકાનમાં અચાનક આગ લાગી હતી. કાપડનો જથ્થો હોવાને કારણે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને જોતજોતામાં આસપાસની 3 દુકાનોમાં આ આગ ફેલાઇ ગઇ હતી. વેપારીઓ અને શ્રમિકો જીવ બચાવવા બહાર દોડી આવ્યા હતા, જ્યારે કેટલાક વેપારીઓ જીવના જોખમે પોતાનો કિંમતી માલ બચાવતા જોવા મળ્યા હતા.

બ્રિગેડ કોલ જાહેર ટ્રાફિક વચ્ચે પોલીસનો ગ્રીન કોરિડોર

આગની ગંભીરતાને જોતા ફાયર વિભાગે તાત્કાલિક બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો. સાત અલગ-અલગ ફાયર સ્ટેશનની 14 થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે રવાના થઈ હતી. રિંગ રોડ પર ટ્રાફિકની ગંભીર સમસ્યા હોવાથી, ફાયરની ગાડીઓ સમયસર પહોંચી શકે તે માટે પોલીસે ખાસ ગ્રીન કોરિડોર આપ્યો હતો.