Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : VIDEO: Leaders who came to campaign in Rander, Surat, faced the wrath of locals

VIDEO: સુરતઃ પ્રચાર કરવા આવેલા ભાજપના નેતાઓનો સ્થાનિકોએ ઉધડો લીધો, થઈ જોવા જેવી

Timeછેલ્લું અપડેટ : 06 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. અલગ અલગ પાર્ટીઓ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. સુરતના રાંદેર વિસ્તારમાં નેતાઓ પ્રત્યે આક્રોશ જોવા મળ્યો હતો. જેમાં મત માંગવા આવેલા નેતાઓનો સ્થાનિકોએ ઉધડો લીધો હતો. મળતા અહેવાલ પ્રમાણે પૂર્વ સ્થાનિક કોર્પોરેટર કુણાલ સેલર અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલ સહિતના ભાજપના કાર્યકર્તાને સ્થાનિકો રીતસરનો ઉધડો લીધો હતો.

App Store

સ્થાનિકોએ ઉગ્ર રોષ દાખવતા કહ્યું કે સ્થાનિક સમસ્યાનો ઉકેલ લાવો પછી મત માંગવા આવજો

સ્થાનિકોએ ઉગ્ર રોષ દાખવતા કહ્યું કે સ્થાનિક સમસ્યાનો ઉકેલ લાવો પછી મત માંગવા આવજો, ચૂંટણી આવી એટલે નેતાઓ સોસાયટીઓમાં મત માંગવા આવ્યા છે. ગંદુ પાણી, ડ્રેનેજની સમસ્યા,રોડ નથી બનતા,સહિત અનેક સમસ્યાની રજુવાત સ્થાનિકો દ્વારા કરવામાં છતાં નિરાકરણ આવ્યું નથી.

સ્થાનિક મહિલાઓ અને પુરુષોએ નેતાઓ સામે કાળા રંગના ગંદા પાણીથી ભરેલી ડોલ ધરી દીધી હતી. લોકોએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા 20 વર્ષથી માત્ર નવી લાઈનો નાખવાની વાતો જ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં હજુ પણ ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી મળી રહ્યું છે. રોષે ભરાયેલા રહીશોએ જણાવ્યું હતું કે, 'આ ગંદા પાણીને કારણે ઘરમાં છોકરાઓ બીમાર પડી રહ્યા છે. હવે આ એરિયો વોટ માટે ભૂલી જજો..'

સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ

નેતાઓનો ઉધડો લેતો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાઈરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સ્થાનિકો નેતાઓને મોઢામોઢ પ્રશ્નો પૂછી રહ્યા છે અને નેતાઓ પાસે કોઈ સચોટ જવાબ નથી. ચૂંટણી ટાણે જ જનતાનો આવો મિજાજ જોઈને રાજકીય વર્તુળોમાં ફફડાટ વ્યાપી ગયો છે. વર્ષોથી સત્તા ભોગવ્યા બાદ પણ જો પાયાની સુવિધાઓ ન મળે તો જનતા જનાર્દન હવે ચૂપ રહેવા તૈયાર નથી તે આ ઘટના પરથી સ્પષ્ટ જણાય છે.