Video/ Surat માં મિત્રોએ જ બિછાવી હનીટ્રેપની જાળ, વેપારીને નિર્વસ્ત્ર કરી લાખોની રોકડ અને 1.3 કિલો સોનું લૂંટ્યું
સુરતમાં મિત્રતાને કલંકિત કરતી અને સનસનાટી મચાવતી હનીટ્રેપની એક ઘટના સામે આવી છે. જેમાં તેના જ મિત્રોએ એક વ્યક્તિને હનીટ્રેપમાં ફસાવી, નિર્વસ્ત્ર કરી તેની પાસેથી કુલ 39 લાખની રોકડ અને 1.3 કિલો સોનું પડાવી લીધું હતું.
પુત્રની જાગૃતતાથી ફૂટ્યો ભાંડો આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે ફરિયાદીના પુત્રને આ ઘટનાની જાણ થઈ. પુત્રએ તાત્કાલિક હિંમત દાખવી આરોપીઓ વિરુદ્ધ સુરતના અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસની કાર્યવાહી અને ધરપકડ ફરિયાદના આધારે અઠવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં પોલીસે મુખ્ય આરોપી મેહુલ જડિયા અને વિનોદ મનાનીની ધરપકડ કરી લીધી છે. જોકે, આ ગેંગનો અન્ય એક સાગરીત યુસુફ ચોકસી હજુ પણ ફરાર છે, જેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
ટોળકીના અન્ય શિકાર કોણ? પોલીસને શંકા છે કે આ ટોળકીએ અગાઉ પણ અનેક લોકોને આ રીતે હનીટ્રેપમાં ફસાવી લૂંટ્યા હોઈ શકે છે. હાલ પોલીસ પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરી રહી છે કે અત્યાર સુધીમાં તેઓએ કેટલા લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે.

