Surat:સમરસ હોસ્ટેલના ભોજનમાં ઈયળ અને ઉંદર નીકળતા હોબાળો; ABVPના કાર્યકરોએ કર્યો વિરોધ
સોર્સ : GSTV
સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના સમરસ હોસ્ટેલમાં ઈયળ અને ઉંદર નીકળતા હોબાળો થયો છે. મોડી રાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આ મામલે વિરોધ કર્યો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે વિદ્યાર્થીઓને સ્વસ્થ અને પોષણયુક્ત આહાર ના આપવામાં આવતા હોવાના આરોપ સાથે વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓના જમવાના થાળીમાં વાળ, ઈયળ અને ઉંદર જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ અંગેના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચકચાર મચી ગઈ છે.ત્યારે વિદ્યાર્થીઓને સ્વસ્થ અને પોષણયુક્ત આહાર આપવાની માંગ સાથે ABVPના કાર્યકરો ગેટ ઉપર જ સૂઈ ગયા હતા.

