VIDEO : બારડોલીમાં વરસાદ સંબંધિત ઘટનાઓના કારણે વૃક્ષ ધરાશાયી
સોર્સ : Gstv
સુરતના બારડોલીમાં પ્રથમ વરસાદે નુકસાનના દ્રશ્યો સામે આવ્યા છે. શાસ્ત્રી રોડ પર તોતિંગ વૃક્ષ ધરાશાયી થઈને એક કાર પર પડ્યું. આ અકસ્માતમાં કારને મોટું નુકસાન થયું છે. ઘટનાથી થોડા સમય માટે વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. બારડોલી નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળો પર જ સીમિત હોવાના આરોપ લાગ્યા છે. ઘટનાની જાણ થતાં પાલિકાની ટીમ ઘટના સ્થળે પહોંચી અને તૂટેલા વૃક્ષને દૂર કરી માર્ગ મુક્ત કરાવ્યો હતો.

