VIDEO: સુરતના બારડોલીમાં ધોધમાર વરસાદ: શાસ્ત્રી રોડ પર ભરાયા ઘૂંટણસમા પાણી, વાહનવ્યવહાર માટે રસ્તો બંધ
સોર્સ : GSTV
સુરત જિલ્લાના બારડોલીમાં ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. શહેરના શાસ્ત્રી રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતા વાહનચાલકો અને સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શાસ્ત્રી રોડથી મરીમાતા, સામરીયા અને મોરા તરફ જતા માર્ગ પર પણ વરસાદી પાણી ફરી વળ્યાં હતા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા બેરીકેટ મૂકી માર્ગ બંધ કરવામાં આવ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે દર વર્ષે સર્જાતી પાણી ભરાવાની સમસ્યા છતાં પાલિકા આજદિન સુધી તેનો કાયમી ઉકેલ લાવી શકી નથી.

