Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : The fire at Khajod dumping site remains uncontrollable for the fourth day

VIDEO: ખજોદ ડમ્પિંગ સાઈટ પર લાગેલી આગ ચોથા દિવસે પણ બેકાબૂ, ફાયર વિભાગ સતત ચલાવી રહ્યો છે પાણીનો મારો

Timeછેલ્લું અપડેટ : 27 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરત શહેરનાં ખજોદ ખાતે આવેલી ડિસ્પોઝલ સાઈટમાં આજે સતત ચોથા દિવસે પણ આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગનાં જવાનો જહેમત ઉઠાવી રહ્યા છે. ગત મંગળવારે સવારે ડિસ્પોઝલ સાઈટમાં લાગેલી આગે ગણતરીનાં સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. એકંદરે એક કિલોમીટર વિસ્તારમાં આગ પ્રસરી જતાં આસપાસનાં વિસ્તારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.

App Store

છેલ્લા ચાર દિવસથી ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો છંટકાવ કરીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે, હજી સુધી આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવવામાં ફાયર વિભાગને સફળતા સાંપડી નથી અને તંત્ર દ્વારા પરિસ્થિતિને સંપૂર્ણપણે નિયંત્રણમાં લેવા માટે જરુરી પગલાં ભરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.