Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Teacher commits suicide due to torture by physiotherapist husband

Surat News: ફિઝિયોથેરાપીસ્ટ પતિના ત્રાસથી શિક્ષિકાનો આપઘાત, સાસરિયા આપતા માનસિક ત્રાસ

Timeછેલ્લું અપડેટ : 19 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Surat News: ફિઝિયોથેરાપીસ્ટ પતિના ત્રાસથી શિક્ષિકાનો આપઘાત, સાસરિયા આપતા માનસિક ત્રાસ
સોર્સ : GSTV

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં રહેતી અને શિક્ષિકા તરીકે ફરજ બજાવતી મહિલાએ ઝેરી દવા પીને આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. 33 વર્ષીય આરતી નારોલા નામની પરિણીતાએ પતિ અને સાસરિયાંના માનસિક ત્રાસના કારણે આ પગલું ભર્યું હોવાનો આરોપ સાથે અમરોલી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. 

App Store

પાંચ વર્ષ અગાઉ લગ્ન થયેલાં

પ્રાપ્ત માહિતી અનુસાર આરતીના લગ્ન પાંચ વર્ષ પહેલાં નિલેશ નારોલા સાથે થયા હતા, જે સરથાણા વિસ્તારમાં ફિઝિયોથેરાપી ક્લિનિક ચલાવે છે. લગ્ન બાદથી જ આરતી અને નિલેશ વચ્ચે નાની-નાની બાબતોમાં ઝઘડા થતા હતા. આ ઉપરાંત, આરતીના પરિવારજનોનો આરોપ છે કે તેની સાસુ, સસરા અને નણંદ પણ તેને ત્રાસ આપતા હતા.

ઘરે ઝેરી દવા પીધી

આ ત્રાસથી કંટાળીને આરતીએ પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ આરતીના પરિવારના સભ્યોએ અમરોલી પોલીસ સ્ટેશનમાં સાસરિયાં વિરુદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

ટોપિક્સ:suratteacher deathphysiotherapist