VIDEO: સુરત: વરાછાના પોદાર આર્કેડમાં પૂરના પાણી ઉતરતા નુકસાનના દ્રશ્યો સામે આવ્યા
સોર્સ : gstv
સુરતના વરાછા વિસ્તારમાં આવેલા પોદાર આર્કેડ કોમ્પ્લેક્સમાંથી બે દિવસ બાદ વરસાદી પાણી ઉતરતા દુકાનદારો દ્વારા સાફ-સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે. સતત બે દિવસ સુધી ગ્રાઉન્ડ ફ્લોર પાણીમાં ગરકાવ રહેતાં વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે. પાણી ઉતર્યા બાદ કાદવ અને ગંદકી વચ્ચે વેપારીઓ માલસામાન બચાવવાના પ્રયાસોમાં લાગ્યા છે. સ્થાનિકોએ સુરત મહાનગરપાલિકા સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. વેપારીઓનો આક્ષેપ છે કે સાફ-સફાઈમાં SMC તરફથી કોઈ સહયોગ મળ્યો નથી અને અધિકારીઓ માત્ર ગોળગોળ જવાબ આપી રહ્યા છે. હવે નુકસાનના સર્વે અને રાહતની માંગ ઉઠી રહી છે.

