Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Surat News: Range Forest Officer shot dead, suspicious mention of officer's husband in complaint

Surat News: રેન્જ ફોરેસ્ટ ઓફિસરને ગોળી વાગવાનો મામલો, ફરિયાદમાં ઓફિસરના પતિનો જ શંકાસ્પદ ઉલ્લેખ

Timeછેલ્લું અપડેટ : 07 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Surat News: રેન્જ ફોરેસ્ટ ઓફિસરને ગોળી વાગવાનો મામલો, ફરિયાદમાં ઓફિસરના પતિનો જ શંકાસ્પદ ઉલ્લેખ
સોર્સ : GSTV

સુરતના કામરેજ નજીક રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલ સોલંકીને ગોળી વાગવાનો મામલો સામે આવ્યો હતો. ડોક્ટરોએ તેના મગજમાંથી બુલેટ કાઢી હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ આ કેસ મામલે જિલ્લા એસપી રાજેશ ગઢીયાની પ્રતિક્રિયા સામે આવી છે.

App Store

મળતી માહિતી અનુસાર સોનલબેન સોલંકીના ભાઈ દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદમાં સોનલબેનના પતિ નિકુંજ ગોસ્વામીનો શંકાસ્પદ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જિલ્લા પોલીસની ટીમ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી સોનલના પતિ નિકુંજ ગોસ્વામીને શોધવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.

નિકુંજ ગોસ્વામી છે સુરત આરટીઓમાં ઇન્સ્પેક્ટર
 
નિકુંજ ગોસ્વામી સુરત આરટીઓમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ સમગ્ર ઘટનાને જોતા પોલીસની ટીમ નિકુંજ ગોસ્વામીના ઘરે પણ પહોંચી હતી, તે પરંતુ ફરાર હોવાનું સામે આવ્યું હતુ. સોનલબેન સોલંકીના માથામાંથી બુલેટ પણ મળી આવી છે, એફએસએલની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના થઈ તે સમયે એક બાળક પણ સોનલબેનની સાથે હતું, બાળકની પણ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. સોનલને તેના પતિ સાથે ઘરકંકાસ મુદ્દે કોઈ ઝઘડો ચાલી રહ્યો હતો.

અધિકારીને ગોળી વાગવાનું કારણ પણ હજી અકબંધ

આ કેસમાં સૌથી મોટો સવાલ જ એ છે કે, સુરતમાં RFO અધિકારીને જે માથામાં ગોળી વાગી, તે હત્યા છે કે પછી આત્મહત્યા? આ જવાબ તો આવનારા સમયમાં જ મળી શકે છે. કેમ કે, અધિકારીને ગોળી વાગવાનું કારણ પણ હજી અકબંધ છે. મળતી માહિતી અનુસાર RFO અધિકારી હાલ બેભાન અવસ્થામાં છે. પોલીસ અધિકારીના નિવેદન માટે તેમના ભાનમાં આવવાની રાહ જોઈ રહી છે. સોનલની હાલત ગંભીર છે.