Surat news: કોસંબા પોલીસ સ્ટેશનના PSI સસ્પેન્ડ, ફરજ પર બેદરકારીના કારણે ઉચ્ચ અધિકારીઓનું એક્શન

સોર્સ : GSTV
સુરતના કોસંબા પોલીસ સ્ટેશનના PSIને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરાયા છે..PSI એ.ડી. ધાંધલને સસ્પેન્ડ કરાયા છે. મળતા અહેવાલ પ્રમાણે માંગરોળના હથોડા ગામે ગૌરક્ષક પર થયેલા હુમલાની ઘટના સમયે તેઓ નાઈટ ડ્યુટી પર હતા.
નાઈટ ડ્યુટી પર તેઓ ગેરહાજર હોવાને લઈને તેમની પર કાર્યવાહી કરતા સસ્પેન્ડ કરાયા
નાઈટ ડ્યુટી પર તેઓ ગેરહાજર હોવાને લઈને તેમની પર કાર્યવાહી કરતા સસ્પેન્ડ કરાયા છે. મળતા અહેવાલ પ્રમાણે PSIને અચાનક સસ્પેન્ડ કરતા સુરત પોલીસ બેડામાં ચકચાર મચી છે. PSI એ ડી ધાંધલ ને ફરજમાં બેદરકારી બદલ ઉચ્ચ અધિકારીઓએ એક્શન લીધું છે.

