Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Surat news: By-election boards installed everywhere in local unit elections

Surat news: ભાજપનું મોટું ભોપાળું, સ્થાનિક એકમની ચૂંટણીમાં પેટા ચૂંટણીના બોર્ડ ઠેર ઠેર માર્યા

Timeછેલ્લું અપડેટ : 15 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Surat news: ભાજપનું મોટું ભોપાળું, સ્થાનિક એકમની ચૂંટણીમાં પેટા ચૂંટણીના બોર્ડ ઠેર ઠેર માર્યા
સોર્સ : gstv

સુરત મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપ એક ગંભીર ક્ષતિને કારણે ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયું છે. શહેરના વૉર્ડ નંબર 14મા ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલા ચૂંટણી કાર્યાલય પર 'સામાન્ય ચૂંટણી'ના બદલે 'પેટા ચૂંટણી કાર્યાલય' લખવામાં આવતા વિરોધ પક્ષો અને સોશિયલ મીડિયા પર મજાક ઉડાવી રહ્યા છે. 

App Store

મોટા નેતાઓના ફોટા સાથેના લખાણમાં પણ મોટી ભૂલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિતના દિગ્ગજ નેતાઓના ફોટા સાથે આ કાર્યાલયનું ધામધૂમથી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જોકે, કાર્યાલયના મુખ્ય બોર્ડ પર જ 'પેટા ચૂંટણી' શબ્દનો પ્રયોગ કરવામાં આવતા આ ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. પાટીદાર બહુમતિ ધરાવતા આ વિસ્તારમાં થયેલી આ ભૂલ ભાજપ માટે મુસીબત બની ગઈ છે.

સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો મારો

આ ભૂલ સામે આવતા જ વિરોધ પક્ષો માટે આ મુદ્દો 'હોટ કેક' બની ગયો છે. સોશિયલ મીડિયા પર લોકો આ બોર્ડના ફોટા શેર કરીને ભાજપ પર આકરા પ્રહારો કરી રહ્યા છે. લોકો 'અભણ નેતાઓ' અને 'તંત્રની પોલ ખૂલી ગઈ' જેવી અનેક કોમેન્ટ્સ કરીને પક્ષની મજાક ઉડાવી રહ્યા છે. હાલમાં આ મામલે ભાજપના સ્થાનિક કે પ્રદેશ નેતાઓ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ જે રીતે આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે, તેને જોતા ભાજપે જલ્દી ખુલાસો કરવો પડશે અથવા બોર્ડમાં સુધારો કરવો પડશે તે નક્કી છે. એક નાનકડા 'પેટા' શબ્દે ભાજપની આખી ચૂંટણી વ્યૂહનીતિને સોશિયલ મીડિયામાં હાસ્યાસ્પદ બનાવી દીધી છે.