Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Car crashes into tempo parked on express highway in Palsana, 4 killed

Surat news: પલસાણામાં એક્સપ્રેસ હાઈવે પર ઉભેલા ટેમ્પો પાછળ કાર ધડાકાભેર અથડાઈ, 4નાં કરૂણ મોત

Timeછેલ્લું અપડેટ : 08 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Surat news: પલસાણામાં એક્સપ્રેસ હાઈવે પર ઉભેલા ટેમ્પો પાછળ કાર ધડાકાભેર અથડાઈ, 4નાં કરૂણ મોત
સોર્સ : GSTV

સુરત નજીક  એક્સપ્રેસ હાઈવે પર ટેમ્પો અને કાર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના મોત નિપજ્યા છે.  મુંબઈથી પરત ખંભાત જઈ રહેલા પરિવારને રસ્તામાં જ કાળ ભરખી ગયો હતો. પોલીસ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. 

App Store

કારનો લોચો વળી ગયો

સુરત જિલ્લાના પલસાણામાં દસ્તાન ગામે એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત થયો હતો. ટેમ્પોનું ટાયર ફાટતા ઉભેલા ટેમ્પોને પાછળથી આવતી કાર ધડાકાભેર અથડાઈ હતી. જેમાં કારમાં સવાર ચાર લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. મૃતકો ખંભાતના કાદરપુરા મહોલ્લાના રહેવાસી હોવાનું જણાયું છે. પરિવાર તેમના સભ્યની મુંબઇ સારવાર કરાવી ખંભાત પરત જતાં હતાં તે દરમિયાન આ ઘટના બની હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો લોચો વળી ગયો હતો.  

બે દિવસ અગાઉ સચિન હાઈવે પર થયેલા અકસ્માતમાં યુવતીનું થયું હતું મોત 

સચિનના વાંજ ગામ પાસેથી એક બાઈક પર પરિવારના ત્રણ સભ્યો પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલા એક ટ્રક ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બાઈકને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં 23 વર્ષીય યુવતીને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે મૃતકની માતા સહિત પરિવારના અન્ય એક સભ્યને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જીને માનવતા નેવે મૂકી ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ સચિન પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.