Surat news: સંજય રામાનંદીએ કોંગ્રેસ સાથે 33 વર્ષનો છેડો ફાડ્યો, ભાજપમાં જોડાવાની કરી જાહેરાત

સોર્સ : gstv
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા રાજકીય પાટા પર ભારે ચહલપહલ અને ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજકીય પક્ષોમાં તોડજોડની રાજનીતિ પણ જોવા મળતા પક્ષપલટાની મોસમ પુરબહારમાં ખીલી છે. સુરત રાજકારણના મોટા સમાચાર સામે આવી રહ્યા છે.જેમાં વોર્ડ નંબર 18ના કોંગ્રેસના ઉમેદવાર સંજય રામાનંદીએ પક્ષ સાથે 33 વર્ષનો છેડો ફાડી ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.
ઉમેદવારી પાછી ખેંચી લેતા કોંગ્રેસે તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા
અગાઉ સંજય રામાનંદીએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા કોંગ્રેસે તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા.જેના વળતા જવાબમાં હવે તેઓ આજે સાંજે વિધિવત રીતે કેસરિયો ધારણ કરશે. ત્રણ દાયકાથી વધુ સમય સુધી કોંગ્રેસમાં સક્રિય રહેલા કાર્યકર્તાના પક્ષપલટાથી સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.

