Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : One more accused caught in Varachha SBI robbery case

VIDEO: વરાછા SBI લૂંટ કેસમાં વધુ એક આરોપી ઝડપાયો, એક હજારથી વધુ CCTV કેમેરાની પોલીસે કરી હતી તપાસ

Timeછેલ્લું અપડેટ : 02 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના વરાછા SBI બેંક લૂંટ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે વધુ એક આરોપી મતીશ ઉર્ફે મુકેશ કુમારની ધરપકડ કરી છે. 27 એપ્રિલે બનેલી આ લૂંટની ઘટનામાં કુંદન ભગત ગેંગના પાંચથી સાત શખ્સોએ સંડોવણી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસે એક હજારથી વધુ CCTV કેમેરાની તપાસ કરી અને બિહારના મોતીહારી તથા પૂર્વ ચંપારણ વિસ્તારમાં આઠ દિવસ સુધી ગુપ્ત વોચ રાખી હતી.

App Store

તપાસમાં ખુલ્યું છે કે લૂંટના પ્લાન માટે બે મહિના સુધી સુરતની વિવિધ બેંકોની રેકી કરવામાં આવી હતી અને આરોપીઓ માટે સિમ કાર્ડ તથા રહેવાની વ્યવસ્થા અગાઉથી ગોઠવવામાં આવી હતી. હાલ ક્રાઈમ બ્રાન્ચ સમગ્ર ગેંગના નેટવર્ક અને અન્ય સંડોવાયેલા આરોપીઓ સુધી પહોંચવા વધુ તપાસ ચલાવી રહી છે.