Surat news: કુખ્યાત ચિરાગ ગોટીના રાજકીય સંબંધો સામે આવ્યા, ભાજપ નેતાઓ સાથેના ફોટા વાયરલ

સોર્સ : GSTV
સુરતના કુખ્યાત ચિરાગ ગોટીના રાજકીય સંબંધો સામે આવ્યા છે. સુરતમાં ત્રાસ અને આતંક ફેલાવનાર અને ભાગીદારને ડ્રગ્સ કેસમાં ફસાવનાર ચિરાગ ગોટીના ફોટો ભાજપના ઘણા નેતા સાથે જોવા મળ્યા. કતારગામના ધારાસભ્ય વીનુ મોરડિયા, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ સાથે પણ ફોટા સામે આવ્યા છે. આ સમગ્ર ફોટા આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે. સમગ્ર મામલે એસઓજી પોલીસ તપાસ કરી રહી છે.
શહેરમાં ચિરાગ ગોટીના આતંકની ચર્ચાઓ
શહેરમાં ચિરાગ ગોટીના આતંકની ચર્ચાઓ વચ્ચે અનેક લોકો તેના શિકાર બન્યાના આક્ષેપો ઉઠ્યા છે. તાજેતરમાં તે પોલીસ સમક્ષ હાજર થતાં તેને સુરત કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો.
કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
પોલીસે મામલે કાર્યવાહી કરી ચિરાગ ગોટીને કોર્ટમાં રજુ કરતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે પોલીસે સમગ્ર નેટવર્ક અને અન્ય સંડોવાયેલા લોકો અંગે તપાસ વધુ ઝડપી કરી છે.

