VIDEO: બારડોલીમાં મીંઢોળા નદી ગાંડીતુર: નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસ્યા
સોર્સ : gstv
તાપી જિલ્લાના ઉપરવાસમાં અને સ્થાનિક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે બારડોલીમાંથી પસાર થતી મીંઢોળા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. પાણીની ભારે આવક થતાં નદી ગાંડીતુર બની છે, જેના લીધે બારડોલીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને તલાવડી વિસ્તાર અને બારડોલી કોર્ટ સામે આવેલા ખાડા વિસ્તારમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. આ ખાડા વિસ્તારના ૧૫૦થી વધુ ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં જ તંત્ર તાત્કાલિક કામે લાગ્યું છે અને પ્રભાવિત લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

