VIDEO: સુરતના પોશ વેસુ વિસ્તારમાં મેઘરાજાની તોફાની બેટિંગ: રસ્તાઓ બન્યા બેટ, ઘૂંટણસમા પાણી ભરાયા
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે આજે સુરત શહેરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. ધોધમાર વરસાદના કારણે શહેરના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને વેસુના શ્યામ મંદિર નજીક ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. પાણીના ભરાવાને કારણે અનેક વાહનો રસ્તા વચ્ચે જ બંધ પડી ગયા હતા, જેથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સુરત મહાનગરપાલિકા (SMC) ના કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને પાણીના નિકાલની કામગીરી શરૂ કરી હતી. જોકે, સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો. નાગરિકોનું કહેવું છે કે જો SMC દ્વારા આ કામગીરી ચોમાસા પહેલાં (પ્રિ-મોન્સૂન) યોગ્ય રીતે કરવામાં આવી હોત, તો આજે આ પ્રકારે પાણી ભરાવાની અને જનજીવન પ્રભાવિત થવાની નોબત આવી ન હોત.

