Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Industrialists at Yarn Expo said – Gujarat will leave China behind

Surat News: યાર્ન એક્સપોમાં ઉદ્યોગપતિઓએ કહ્યું-ચીનને ગુજરાત પાછળ રાખશે, ટ્રેસેબલ ફિલામેન્ટ યાર્ન લોન્ચ

Timeછેલ્લું અપડેટ : 02 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા 1થી 3 ઓગસ્ટ સુધી સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે ગુજરાતના સૌથી મોટા યાર્ન એક્સપોનું આયોજન કરાયું છે. આ એક્સપોના ઉદઘાટન સમારોહમાં અગ્રણી ઉદ્યોગપતિઓએ કહ્યું કે, વિશ્વમાં યાર્નના ઉત્પાદનમાં અત્યારે ચીન અગ્રેસર છે. ત્યારે આગામી દિવસોમાં ગુજરાત અને ખાસ કરીને સુરતમાં પોટેન્શિયલ હોવાથી તેને પાછળ રાખી શકે છે. સાથે જ આ એક્સપોમાં ટ્રેસેબલ ફિલામેન્ટ યાર્ન રાસિલેકોનું લોન્ચિંગ કરાયું હતું.

App Store

બજારની જરુરિયાત મુજબ

આ લોન્ચીંગ પ્રસંગે, સેલ્યુલોસિક ફેશન યાર્ન બિઝનેસના સીઈઓ સત્યકી ઘોષે જણાવ્યું હતું કે, “Raysileco, મજબૂત પર્યાવરણ સ્થિરતા અને એડવાન્સ ટ્રેસેબિલિટી ટેકનોલોજી સાથે ઈનોવેશન(નવીનતા)ની ભાવનાનું પ્રતીક છે. આ લોન્ચ, ગતિશીલ બજારની જરૂરિયાતો અનુસાર વિકસિત થવા અને ઉમદા પરિણામ, જવાબદારી અને વિશ્વાસ સાથે શ્રેષ્ઠ મૂલ્ય પ્રદાન કરવાની અમારી મહત્વકાંક્ષા દર્શાવે છે."

યાર્ન ઉત્પાદનથી લઈને છૂટક વેચાણમાં માહેર

"આ પ્રોડક્ટ, પર્યાવરણ જાળવણી અને એન્ડ-ટુ-એન્ડ ટ્રેસેબિલિટી પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને મજબૂત કરે છે. આની સાથે જ, તે અમારા વેલ્યુ ચેઈનના ભાગીદારોને તેઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા દરેક ફિલામેન્ટને ચકાસવા અને તેના પર વિશ્વાસ કરવા માટે આત્મવિશ્વાસ પણ પ્રદાન કરે છે."Raysileco પ્રોડક્ટે, મોલેક્યુલર-લેવલ અને ટેકનોલોજી-સક્ષમ ટ્રેસેબિલિટીને સીધા યાર્નમાં એમ્બેડ કરીને યાર્ન ઉત્પાદનમાં મહત્વપૂર્ણ પ્રગતિ પ્રાપ્ત કરી છે. આ ઈનોવેશન, ઉત્પાદનની સફરમાં એન્ડ-ટુ-એન્ડ વિઝિબિલિટી પ્રદાન કરે છે. આ ઉપરાંત, તે વેલ્યુ ચેઈનના ભાગીદારોને યાર્ન ઉત્પાદનથી લઈને છૂટક વેચાણ સુધી અવરોધ વિના, ચકાસણી સાથે સશક્ત બનાવે છે.

 

ટોપિક્સ:suratyarn expo surat 2025china