Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Hybrid marijuana seized at Surat International Airport

Surat ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હાઇબ્રિડ ગાંજો ઝડપાયો, ક્રૂથી સિક્યોરિટી સુધી પૂછપરછ કરાશે

Timeછેલ્લું અપડેટ : 12 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Surat ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હાઇબ્રિડ ગાંજો ઝડપાયો, ક્રૂથી સિક્યોરિટી સુધી પૂછપરછ કરાશે
સોર્સ : GSTV

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હાઇબ્રિડ ગાંજાનો જથ્થો મળી આવતાં હડકંપ મચ્યો છે. આ ગંભીર મામલાને કસ્ટમ વિભાગે હવે સંપૂર્ણ ચેઇન શોધવાની દિશામાં સઘન તપાસ હાથ ધરી છે. આ મામલે કસ્ટમ અધિકારીઓએ ફ્લાઇટ સાથે સંકળાયેલા તમામ સ્ટાફની ભૂમિકા પર પણ નજર ગાઢ કરી છે. ફ્લાઇટના ક્રૂ મેમ્બર, વિમાનમાં સાફ-સફાઈ કરતાં સફાઈ કર્મચારીઓ, લોડર સ્ટાફ તેમજ એરપોર્ટ સિક્યોરિટી ટીમની વિસ્તૃત પૂછપરછ કરવામાં આવશે. 

App Store

 બેંગકોકથી આવતી સીધી ફ્લાઇટ અને વાયા બેંગકોકથી આવતી ફ્લાઇટના મુસાફરો પર ખાસ વોચ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. તાજેતરના સમયગાળામાં આ રૂટને લઈને સંવેદનશીલતા વધારવામાં આવી છે. ઉપરાંત, અગાઉ ડ્રગ્સ મામલામાં પકડાયેલા પેડલરોની પ્રોફાઇલ ફરીથી એક્ટિવેટ કરીને તેમની પૂછપરછ કરવાની પણ તૈયારી શરૂ કરવામાં આવી છે.