VIDEO : સુરત ડિમોલિશન વિવાદ મામલે ગૃહ વિભાગ એક્શન મોડમાં, સ્થાનિક પોલીસને બાકાત રાખી રેન્જ આઈ.જી.ને સોંપી ગુપ્ત તપાસ
સોર્સ : gstv
gsસુરતના નાસિર નગર ખાતે થયેલા ભૂતિયા ડિમોલિશન મામલે હવે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવતા મોટા ગજાના અધિકારીઓ અને પદાધિકારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. કોઈના ઈશારે હાથો બનીને કરાયેલી આ કાર્યવાહીનો મુદ્દો ગાંધીનગર પહોંચતા ગૃહ વિભાગ દ્વારા સુરત પોલીસને બાકાત રાખી રેન્જ આઈ.જી. મારફતે અત્યંત ગુપ્ત તપાસના આદેશ અપાયા છે. આ વિવાદના પગલે સુરતના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓને તાકીદે ગાંધીનગર તેડાવી બંધ બારણે પૂછપરછ કરવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. અગાઉ ધારાસભ્ય વિનુ મોરડીયાએ પણ આ ડિમોલિશન મહાનગરપાલિકા દ્વારા ન થયું હોવાનો દાવો કરી તપાસની માંગ કરી હતી, ત્યારે હવે પોલીસ અને પાલિકા વચ્ચેની કહેવાતી 'સોપારી'ની કડીઓ શોધવા સરકાર કડક વલણ અપનાવી રહી છે.

