Surat news: 212 કરોડના સાયબર ફ્રોડ કેસમાં ચારની ધરપકડ, આરોપીઓ પાસેથી મળી આવ્યા 154 બેંક એકાઉન્ટ

સોર્સ : GSTV
સુરત સાયબર ક્રાઇમની ટીમ દ્વારા રૂપિયા 212 કરોડ 87 લાખના સાયબર ફ્રોડ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓમાં અંકિત ગોસ્વામી, ચેતન લીંબાણી, બિપિન સાવલિયા અને અજય ગોસ્વામીનો સમાવેશ થાય છે. આરોપીઓ પાસેથી કુલ 154 બેંક એકાઉન્ટ મળી આવ્યા હતા, જેમાંથી રૂપિયા 212 કરોડ 87 લાખના આર્થિક વ્યવહારો થયેલા હોવાનું બહાર આવ્યું છે. આ એકાઉન્ટો પર એનસીસીઆરપી પોર્ટલ પર કુલ 410 સાયબર ક્રાઇમની ફરિયાદો નોંધાયેલી છે. અંદાજે 40.54 કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ થયાનું સામે આવ્યું છે.
અગાઉ અમરોલી વિસ્તારમાંથી સમગ્ર રેકેટ ઝડપાયું હતું અને પ્રવીણ ઝીલું ધાધલની ધરપકડ કરવામાં આવી હતી. જેની પાસેથી ત્રણ મોબાઇલ, 12 ડેબિટ કાર્ડ, 19 પાસબુક, 132 ચેકબુક, 11 સિમકાર્ડ, 7 રબર સ્ટેમ્પ, એક સ્વાઇપ મશીન અને 35 ક્યુઆર કોડ કબ્જે કરવામાં આવ્યા હતા.

