Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Fight over money demanded by a snack truck

સુરતમાં નાસ્તાની લારીએ રૂપિયા મંગાતા ઝઘડો, તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેવાતા એકનું મોત

Timeછેલ્લું અપડેટ : 03 Jan 2025
લાઇવ ટીવીGoogle News
સુરતમાં નાસ્તાની લારીએ રૂપિયા મંગાતા ઝઘડો, તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેવાતા એકનું મોત

સુરતમાં હત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે પોલીસ પેટ્રોલિંગથી લઈને કાયદા વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા થયા છે. જેમાં ડિંડોલી વિસ્તારમાં વધુ એકની હત્યા કરી દેવામાં આવી છે. નાસ્તાના પૈસા ન આપવાના મુદ્દે થયેલી બબાલમાં હત્યા કરી દેવામાં આવતાં હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

App Store

આ પણ વાંચોઃ સુરત બન્યું બોગસ ડોક્ટર્સનું હબ! 2 મહિલા સહિત 6 ઝોલા છાપ તબીબો દવાના જથ્થા સાથે દબોચાયા

પરિવારમાં શોક

ડિંડોલી વિસ્તારમાં લક્કી નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. નાસ્તાના રૂપિયા માંગતા હત્યા કરાઈ હતી. હત્યા કરી હત્યારો ફરાર થઈ ગયો થયો હતો.ઘટનાને પગલે ડિંડોલી પોલીસ સહીત ઉચ્ચ કક્ષાના અધિકારી ઘટના સ્થળે આવી પહોંચી હતી. હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે. બીજી તરફ યુવકની હત્યાને લઈને મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પોલીસે તપાસ આદરી

પોલીસે કહ્યું કે, ડિંડોલીમાં હત્યાનો બનાવ બન્યો છે. નાસ્તાની લારી પર એક ભાઈ પૈસા લેવા આવ્યા હતાં. ત્યારે એક ભાઈ નાસ્તાના પૈસા આપ્યા વગર જતો હતો. ત્યારે આ બાબતે રકઝક થઈ હતી. જેમાં ચપ્પુના ઘા ઝીંકી દેવામાં આવ્યાં હતાં. જેથી પોલીસે ઝડપથી ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. આસપાસના લોકોએ કહ્યું કે, એક જ વ્યક્તિ આવ્યો હતો. જેણે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ હુમલો કર્યો હતો. એક ઘા હોવાનું સામે આવ્યું છે. હાલ આગળની કાર્યવાહી ચાલી રહી છે.