Surat News: મહુવાના અનાવલની સહકારી મંડળીમાં ઉચાપત, મેનેજર સામે 23.55 લાખની છેતરપિંડીની ફરિયાદ

સુરત જિલ્લાના મહુવા તાલુકામાં અનાવલ ગામે આવેલ સહકારી મંડળીમાં નાણાકીય ઉચાપત નો મામલો પ્રકાશમાં આવ્યો છે. સહકારી મંડળી માં મેનેજર એ 23.55 લાખની ઊંચાપત કરતા મંડળીના પ્રમુખે મહુવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યો છે. દક્ષિણ ગુજરાત અને તેમાં પણ સુરત જિલ્લામાં મોટા પ્રમાણમાં ખેતીવાડી વિસ્તાર હોય અહીં અનેક સેવા સહકારી મંડળીઓ કાર્યરત છે. હવે આમાની કેટલીક સહકારી મંડળીઓ માં કર્મચારી દ્વારા પણ એક ભ્રષ્ટાચારનું માધ્યમ બની ગઈ છે. એક ઘટના પ્રકાશમાં આવી છે કે સુરત જિલ્લાના મહુવા તાલુકાના અનાવલ ગામે અનાવલ વિભાગ ખેતી પાક રૂપાંતર મંડળી માં ઉચાપત થઈ હતી. મંડળી માં ઘણા વર્ષો થી કામ કરતા મેનેજર જયેશ ધનગર દ્વારા મંડળીમાં ઉંચાપત કરાયા ની ઘટના સામે આવી હતી.
રોજમેળ તથા અન્ય પૈસા જમા ન કરાવ્યાં
મંડળીમાં મેનેજર જયેશ રમણલાલ ધનગરે હોદાનો દૂર ઉપયોગ કરી નાણાંની ઉચાપત કરી હતી. મંડળીમાં રોજિંદા આવતા રોજમેળના પૈસા તેમજ અન્ય વકરાની રકમની મેનેજર દ્વારા ઉચાપત કરાઈ હતી. મંડળીના પૈસા જમાં નહીં કરાવી અંગત કામમાં વાપરી લીધા હતાં. મંડળીમાં એ પૈસા બાકી બોલતા મંડળીના પ્રમુખ હરકતમાં આવ્યાં હતાં.
મંડળીના પ્રમુખે આપી ફરિયાદ
અનાવલ વિભાગ ખેતી પાક મંડળી માં આ મામલો સામે આવતાં ભારે ચર્ચા જાગી હતી. મંડળી માં કુલ 23 .55 લાખ ની ઉચાપત સામે આવતાં મામલો મહુવા પોલીસ મથકે પહોંચ્યો હતો. અને મંડળી ના પ્રમુખ બાલુ ભાઈ પટેલે મહુવા પોલીસ મથકે ફરિયાદ આપી હતી.

