VIDEO: સુરતમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા, જનજીવન અસ્તવ્યસ્ત બન્યું
સોર્સ : gstv
સુરતમાં સતત વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલે કહ્યું કે આ કુદરતી આફત છે. તેમણે જણાવ્યું કે ૧૦ કરોડનું બજેટ પાસ કરવા છતાં વહીવટીતંત્રની કામગીરી શૂન્ય છે. તંત્ર હાલ એક્શન મોડમાં આવ્યું છે અને રાહત તેમજ ડ્રેનેજ કામગીરી તેજ કરવામાં આવી છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી નિકાલ માટે ફાયર બ્રિગેડ અને SMCની ટીમ સક્રિય બની છે.

