Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : drug peddlers are being watched by 25 cameras

Surat News: ડ્રગ્સ માફિયા બન્યો 'સ્માર્ટ', 25 કેમેરાથી વોચ રાખી કરતો નશાનો વેપલો

Timeછેલ્લું અપડેટ : 06 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Surat News: ડ્રગ્સ માફિયા બન્યો 'સ્માર્ટ', 25 કેમેરાથી વોચ રાખી કરતો નશાનો વેપલો
સોર્સ : GSTV

સુરત SOG પોલીસે મોટી સફળતા મેળવી છે. ભાઠેના પંચશીલનગરમાંથી શિવરાજ ઝાલા નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે, જે સંશોધન દરમિયાન ભારે ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું બહાર આવ્યું છે. ભાઠેના પંચશીલનગરમાં 500 મીટરના એરિયામાં 4 વોકીટોકી અને 25 સીસીટીવી કેમેરા રાખીને રોજનું દોઢ લાખનું એમડી વેચાણ કરતા ડ્રગ્સ માફીયાને ડ્રગ્સ માફીયાના ખિસ્સામાંથી રૂ. 12 લાખનું 120 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. સાથે એમડી વેચાણની 16 લાખની રોકડા પણ મળી આવી હતી.

App Store

કંટ્રોલ રૂમ ઉભો કર્યો

પોલીસે શિવરાજ ઝાલાની પાસેથી કુલ 120 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ (મુલ્ય રૂ. 12 લાખ), રોકડા રૂ. 16 લાખ, તેમજ બે લોડેડ પિસ્તોલ પણ જપ્ત કર્યા છે. આરોપી પોતે ગુનાઓમાં સક્રિય રહેતો અને પોલીસને ચકમો આપતા રહેતો હતો. આરોપી વોકીટોકીનો ઉપયોગ કરીને પોતાના સાગરિતો સાથે સતત સંપર્કમાં રહેતો હતો. પોતાના ઘરના બહારથી મુખ્ય માર્ગ સુધી તેણે કુલ 25 CCTV કેમેરા લગાવ્યા હતા અને ઘરમાં કંટ્રોલ રૂમ ઊભો કર્યો હતો, જેથી પોલીસની હિલચાલ અને ડ્રગ્સ ખરીદનારાઓ પર સતત નજર રાખી શકાય.

નેટવર્કની તપાસ

શિવરાજ ઝાલાના વિરુદ્ધ મારામારી, જુગાર, લૂંટ, ડ્રગ્સ સપ્લાય અને હત્યા જેવા અનેક ગુનાઓ નોંધાયા છે. ઉપરાંત તે ઉમરા લૂંટ અને લિંબાયતના ગુનામાં નાસતો-ફરતો હતો. SOG દ્વારા હાથ ધરાયેલા આ ઓપરેશનને લઇને સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. આરોપી સામે વધુ પૂછપરછ હાથ ધરાઈ રહી છે અને તેની સાથે જોડાયેલા ગુનાગારના (નેટવર્ક) ની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

ટોપિક્સ:suratdrugsaccused