Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Dahi Handi program on Janmashtami, groups from Maharashtra

Surat News: જન્માષ્ટમીએ દહીં હાંડીના કાર્યક્રમ, મહારાષ્ટ્રના ગ્રુપોએ સોસાયટીઓમાં જઈ ફોડી મટકી

Timeછેલ્લું અપડેટ : 16 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Surat News: જન્માષ્ટમીએ દહીં હાંડીના કાર્યક્રમ, મહારાષ્ટ્રના ગ્રુપોએ સોસાયટીઓમાં જઈ ફોડી મટકી
સોર્સ : GSTV

દેશભરમાં જન્માષ્ટમીની રંગેચંગે ઉજવણી થઈ રહી છે. ત્યારે સુરતમાં પણ પરંપરાગત રીતે જન્માષ્ટમીની ઉજવણી સવારથી શરૂ થઈ ગઈ છે. મંદિરોમાં અલગ અલગ કાર્યક્મો ઉજવાઈ રહ્યાં છે. ત્યારે મહારાષ્ટ્રના ગ્રુપો દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ દહીં હાંડીના કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં. સોસાયટીઓમાં જઈને પછી મટકીઓ ગ્રુપો દ્વારા ફોડવામાં આવી હતી.

App Store

મહારાષ્ટ્રથી આવ્યા ગ્રુપ

દર વર્ષન જેમ આ વર્ષે પણ મહારાષ્ટ્રમાંથી વિવિધ ગ્રુપ મટકી ફોડવા માટે આવ્યાં હતાં. જેમાં ગ્રુપ દ્વારા વિવિધ કસરતના દાવ રજૂ કર્યા. ગ્રુપના સભ્યોએ માનવ પિરામિડ રચીને દહીહાંડી ફોડવાનું પરાક્રમ કર્યું. સાંઈવિલા બંગ્લોઝના રહેવાસીઓએ પણ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

સંસ્કૃતિ સંવર્ધનનો હેતુ

આ આયોજન થકી ભારતીય સનાતન ધર્મની સંસ્કૃતિના જતન અને સંવર્ધનનો હેતુ સફળ થયો. કાર્યક્રમમાં સ્થાનિક રહેવાસીઓની સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

ટોપિક્સ:suratmaharashtrajanmashtami 2025