Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : father murdered with sharp weapons on suspicion of love affair

Surat News: કળિયુગી પુત્રનું કારસ્તાન, પ્રેમ સંબંધની શંકાએ પિતાની તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા

Timeછેલ્લું અપડેટ : 16 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Surat News: કળિયુગી પુત્રનું કારસ્તાન, પ્રેમ સંબંધની શંકાએ પિતાની તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા
સોર્સ : GSTV

સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક સગીર પુત્રએ પોતાના પિતાની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી નાખી છે. પુત્રને શંકા હતી કે તેના પિતાને પાડોશમાં રહેતી એક મહિલા સાથે પ્રેમ સંબંધ છે, અને આ જ શંકા છેલ્લા ઘણા સમયથી પિતા-પુત્ર વચ્ચે ઝઘડાનું કારણ બની હતી.

App Store

શંકાના આધારે હત્યા

મૃતક પોતાના પરિવાર સાથે પાલી ગામમાં રહેતા હતા. શંકાના આધારે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું અને આખરે પુત્રએ પિતા પર જીવલેણ હુમલો કરીને સગા પિતાને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટનાની જાણ થતાં જ સચિન જી.આઈ.ડી.સી. પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો.

પુત્ર ઝડપાયો

પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. પોલીસે સગીર પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે.

ટોપિક્સ:suratweaponssuspicion