Video: અલથાણમાં મોડી રાત્રે કપડાં પ્રેસની દુકાનમાં આગ લાગતાં અફરાતફરી

સુરતના અલથાણ વિસ્તારમાં મોડી રાત્રે કપડાં પ્રેસ કરવાની દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ભીમરાડ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ફાયર જવાનોએ પાણીનો મારો ચલાવી અડધા કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગમાં દુકાનમાં રાખેલાં તમામ કપડાં બળીને ખાખ થઈ ગયાં હતાં. આ ઘટનામાં દુકાનદાર ભોલારામની આંખ અને હાથના ભાગે દાઝી જવાથી ઈજા પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં ગેસ લીકેજના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે.
જાહેરાત









