Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Certificate given to accused by bogus doctor

સુરતમાં બોગસ ડોક્ટર આપતો આરોપીને સર્ટિફિકેટ, હાઈકોર્ટના આદેશ બાદ ફૂટી ગયો ભાંડો

Timeછેલ્લું અપડેટ : 03 Dec 2024
લાઇવ ટીવીGoogle News
સુરતમાં બોગસ ડોક્ટર આપતો આરોપીને સર્ટિફિકેટ, હાઈકોર્ટના આદેશ બાદ ફૂટી ગયો ભાંડો

ગુજરાતમાં નકલીની બોલબાલા ચાલી રહી છે. એક પછી એક બાબતો ડુપ્લિકેટ હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે સુરતમાં બોગસ ડોક્ટર બોગસ સર્ટિફિકેટ આપતો હોવાનું સામે આવ્યું છે. હાઈકોર્ટના આદેશ બાદ થયેલી તપાસમાં સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો. હાલ સમગ્ર કેસમાં પોલીસે તપાસ હાથ ધરી છે.

App Store

આ પણ વાંચોઃ થર્ટી ફર્સ્ટે પાર્ટીમાં નશો કરનારા ચેતી જજો, ટેક્નોલોજીના પોલીસ આ રીતે ઝડપી લેશે મિનિટમાં

શંકા જતા ભાંડો ફૂટ્યો

હાઇકોર્ટની અંદર આરોપીને બોગસ સર્ટી આપનાર બોગસ ડોકટરને ઝડપી લેવામાં આવ્યો હતો. કરોડોના ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા આરોપીને ડોક્ટરે બોગસ મેડિકલ સર્ટી આપ્યું હતું. ક્રાઇમબ્રાન્ચ બોગસ સર્ટી આપનાર ડોકટરની હાલ ધરપકડ કરી છે. ડ્રગ્સ કેસના આરોપી આદિલ નુરાની દ્વારા બોગસ સર્ટિફિકેટ હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું. જો કે, સર્ટિફિકેટની તપાસ દરમિયાન આરોપીનો અને સર્ટિ આપનાર બોગસ ડોક્ટરનો ભાંડો ફૂટી ગયો હતો. જેથી હાલ બોગસ ડોક્ટરને ઝડપી લેવામાં આવ્યો છે. હાઇકોર્ટને શંકા જતા તપાસ કરતા મામલો સામે આવ્યો હતો.

2020થી આરોપી જેલમાં

પોલીસે કહ્યું આદિલ સલિમ નુરાની 2020થી લાજપોર જેલમાં છે. તેણે માતાની એન્જિયોગ્રાફી કરવાની હોવાથી જામીન માટે અરજી કરી હતી. ડો. સુબોધ ઠાકુરે સર્ટિ આપ્યું હતું. હાઈકોર્ટે આ સર્ટિની તપાસ કરવા કહ્યું હતું. તપાસ દરમિયાન ડો. દિલીપની તપાસમાં જાણવા મળ્યું કે તેણે આ સર્ટિ ડો. સુબોધ ઠાકુરે આપ્યું હતું. જેમાં અમે તેની ધરપકડ કરી છે. હાલ તેની તપાસ ચાલી રહી છે. કેટલા આરોપીને અગાઉ સર્ટિ આપ્યા તે સહિતની દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.