Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : bit.ly/Surat-Road-Melting

VIDEO: સુરતમાં લાલદરવાજા BRTS પાસે રોડ ઓગળતા વાહનચાલકોની હાલત કફોડી, તંત્રની કામગીરી સામે સવાલ

Timeછેલ્લું અપડેટ : 11 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ડાયમંડ સિટી સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભીષણ ગરમીનું પ્રમાણ અસહ્ય રીતે વધી રહ્યું છે. દિન-પ્રતિદિન તાપમાનમાં થતા વધારાને કારણે જનજીવન પ્રભાવિત થયું છે, પરંતુ આ ગરમીની સૌથી માઠી અસર શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર જોવા મળી રહી છે. શહેરના લાલદરવાજા BRTS રૂટ પાસે રસ્તો ઓગળવાની ઘટના સામે આવતા તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

App Store

ભ્રષ્ટાચારની ગંધ કે ગરમીનો પ્રકોપ?
લાલદરવાજા BRTS પાસે આવેલા મુખ્ય માર્ગ પર ડામર ઓગળવાની સ્થિતિ સર્જાઈ છે. અચરજની વાત એ છે કે આ રોડ માત્ર બે મહિના પહેલા જ બનાવવામાં આવ્યો હતો. ઉનાળાની શરૂઆતમાં જ ડામર ઓગળીને પ્રવાહી જેવો બની જતાં રોડની ગુણવત્તા સામે આંગળી ચીંધાઈ રહી છે. સ્થાનિકો ચર્ચા કરી રહ્યા છે કે શું રોડ બનાવવામાં વપરાયેલું મટીરીયલ હલકી કક્ષાનું હતું?

વાહનચાલકો મુશ્કેલીમાં
રોડ પર ડામર ઓગળવાને કારણે ત્યાંથી પસાર થતા વાહનોના ટાયર ડામરમાં ચીપકી રહ્યા છે. ટુ-વ્હીલર ચાલકો માટે લપસી જવાનો ભય રહે છે, તો બીજી તરફ ટાયર ખરાબ થવાને કારણે વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગરમીના કલાકો દરમિયાન આ રસ્તા પરથી પસાર થવું જોખમી બની ગયું છે.

તંત્ર સામે સવાલો
માત્ર 60 દિવસ પહેલા બનેલો રોડ જો પહેલી જ ગરમીમાં ઓગળવા લાગે, તો ચોમાસામાં તેની શું હાલત થશે? શું કોન્ટ્રાક્ટરે ડામરના મિશ્રણમાં ટેક્નોલૉજી અને નિયમોનું પાલન કર્યું છે? સુરત મહાનગરપાલિકા આ મામલે તપાસ કરીને જવાબદાર સામે પગલાં લેશે કે કેમ તે હવે જોવાનું રહ્યું.