Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : bit.ly/surat-aether-company-fire

VIDEO: સુરતની એથર કંપનીના કેમિકલ વૅરહાઉસમાં લાગેલી આગ કાબૂમાં, 20થી વધુ બ્લાસ્ટના Live વીડિયોથી ફફડાટ

Timeછેલ્લું અપડેટ : 11 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ડાયમંડ સિટી સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી જાણીતી એથર (Aether) કંપનીમાં આજે એક અત્યંત ભયાનક આગની ઘટના બની છે. કંપનીના કેમિકલ વૅરહાઉસમાં અચાનક લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ દુર્ઘટનામાં એક પછી એક 20થી વધુ પ્રચંડ બ્લાસ્ટ થતા આખો વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો હતો, જેના લાઈવ વીડિયો હવે સામે આવ્યા છે.

App Store

જાણો આખો મામલો
સચિન જીઆઈડીસીમાં આવેલી એથર કંપનીના કેમિકલ સ્ટોરેજ વિભાગમાં આજે અચાનક આગ ફાટી નીકળી હતી. કેમિકલ હોવાને કારણે આગ ખૂબ જ ઝડપથી પ્રસરી હતી અને વૅરહાઉસમાં રહેલા કેમિકલના ડ્રમ્સમાં શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થવાનું શરૂ થયું હતું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બ્લાસ્ટ એટલા ભયાનક હતા કે તેના અવાજ દૂર-દૂર સુધી સંભળાયા હતા અને આકાશમાં કાળા ડિબાંગ ધૂમાડાના ગોટા છવાઈ ગયા હતા.

આજુબાજુના ગોડાઉનો ઝપેટમાં
કેમિકલ વૅરહાઉસમાં થયેલા વિસ્ફોટોને કારણે આગની જ્વાળાઓ એટલી ઊંચી ઉછળી હતી કે બાજુમાં આવેલા ત્રણ લાકડાનાં ગોડાઉન પણ તેની ઝપેટમાં આવી ગયા હતા. લાકડું હોવાને કારણે ત્યાં પણ આગ ઝડપથી ફેલાઈ હતી, જેનાથી ફાયર વિભાગની મુશ્કેલીમાં વધારો થયો હતો.

ફાયર વિભાગની કામગીરી
ઘટનાની જાણ થતા જ સુરત ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ સતત ચાર કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મેળવી હતી. જોકે, કેમિકલ અને લાકડાના જથ્થાને કારણે કૂલિંગ પ્રક્રિયામાં ઘણો સમય લાગ્યો હતો. સદનસીબે, હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી, પરંતુ    નુકસાન વધુ થયું હોવાથી આંકડો ખૂબ મોટો છે.