Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Anti-social elements in Bhestan; Public fight in SMC complex

Surat: ભેસ્તાનમાં અસામાજિક તત્વોનો; SMC કોમ્પ્લેક્સમાં જાહેરમાં કરી મારામારી, ઘટનાનો વીડિયો વાયરલ

Timeછેલ્લું અપડેટ : 22 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરતના ભેસ્તાન વિસ્તારમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભેસ્તાન ખાતે આવેલા પ્રેમ નગર નજીકના SMC કોમ્પ્લેક્સમાં કેટલાક અસામાજિક તત્વોએ જાહેરમાં આતંક મચાવી મારામારી કરી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

App Store

સુરત પોલીસ અવારનવાર ગુનેગારોને પકડીને તેમના ‘વરઘોડા’ કાઢીને પોતાની પીઠ થાબડતી હોય છે, પરંતુ ભેસ્તાન જેવી સંવેદનશીલ જગ્યાએ આ અસામાજિક તત્વોને પોલીસનો જરા પણ ખોફ રહ્યો હોય તેવું જણાતું નથી. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ હવે લોકો સવાલ કરી રહ્યા છે કે, ‘વરઘોડા માસ્ટર’ કહેવાતી સુરત પોલીસ આવા ગુંડાતત્વો સામે ક્યારે કડક કાર્યવાહી કરશે?

આ વીડિયો વાયરલ થયા બાદ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. શું ભેસ્તાન પોલીસ આ વાયરલ વીડિયોના આધારે આરોપીઓની ધરપકડ કરીને તેમને જેલના સળિયા પાછળ ધકેલશે? કે પછી અગાઉની ઘટનાઓની જેમ આ વખતે પણ મૌન ધારણ કરીને બેસી રહેશે?