Surat News: સિક્યુરિટી ગાર્ડના નામે કૌભાંડ કરનારી એજન્સીનું વધુ એક ભોપાળું, કોન્ટ્રાક્ટ મેળવવા આપ્યા બોગસ ડોક્યુમેન્ટ

સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સિક્યુરીટી ગાર્ડ કોન્ટ્રાક્ટમાં પાલિકા સાથે છેતરપિંડી કરતા એજન્સી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જોકે, આ એજન્સીએ પાલિકાનો સિક્યુરિટી કોન્ટ્રાક્ટ મેળવવા માટે પાલિકા અને શ્રમ વિભાગમાં પણ બોગસ દસ્તાવેજ કર્યા હોવાની ફરિયાદ થઈ હતી.
એક ગાર્ડ રાખી 3ના રૂપિયા લીધા
પાલિકાનો સિક્યુરિટી મલાઈદાર કોન્ટ્રાક્ટ મેળવવા માટે એક બે નહી પરંતુ ત્રણ ત્રણ એજન્સીએ બોગસ પુરાવા રજુ કર્યા હોવાની ફરિયાદ થઈ હતી. જેમાં શિક્ષણ સમિતિએ એક ગાર્ડ હોવા છતાં ત્રણ ગાર્ડ નો પગાર લેતા હોવાનું કૌભાંડ ઝડપી પાડ્યા બાદ પોલીસ ફરિયાદ દાખલ કરી છે તે શક્તિ સિક્યુરિટી એજન્સીનો પણ સમાવેશ થાય છે.
પાલિકાના બોગસ પુરાવા આપ્યા
આ પહેલા પાલિકાના સિક્યુરિટી કોન્ટ્રાક્ટ મેળવવા શક્તિ સિક્યુરિટીએ સરકારના શ્રમ વિભાગ અને પાલિકાના બોગસ પુરાવા રજૂ કર્યા હતા. અન્ય એજન્સીએ ફરિયાદ કરતાં પાલિકાએ તપાસ કરતાં આ પુરાવા બોગસ હોવાનું બહાર આવ્યું હતું.

