Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Action taken after 19-year-old teacher commits suicide

VIDEO: Suratમાં 19 વર્ષીય શિક્ષિકાના આપઘાતથી કાર્યવાહી, અસામાજિક તત્વો સામે અવાજ ઉઠાવવા અપાયું માર્ગદર્શન

Timeછેલ્લું અપડેટ : 16 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં 19 વર્ષની યુવતી, જે એક ખાનગી શિક્ષિકા હતી. તેના દ્વારા આપઘાત કરવાની ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને ગંભીરતાથી લેતાં સુરત પોલીસ હવે હરકતમાં આવી છે અને વિસ્તારમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી છે. પાનના ગલ્લામાં પણ તપાસ કરવામાં આવી છે.

App Store

વિદ્યાર્થિનીઓને સમજાવાઈ

સામાજિક આગેવાનોએ કતારગામ વિસ્તારમાં અસામાજિક તત્વો વધી જવાને લઈ પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી, જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. વાહન ચેકિંગ ડ્રાઇવ સાથે, ખાસ કરીને કાળા કાચ વાળી ગાડીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને દંડ ફટકારવામાં આવી રહ્યા છે. સાથે જ વિદ્યાર્થિનીઓમાં જાગૃતિ ફેલાવવા માટે જાગૃતતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને સમજાવવામાં આવી રહ્યું છે કે જો કોઈ ઇસમ તેમને હેરાન કરે તો તરત પોલીસની મદદ લેવી. મહિલા સુરક્ષા માટે પોલીસના મહિલા સેલને પણ આ કામગીરીમાં સામેલ કરાયું છે.

મહિલાઓ માટે સુરક્ષિત વાતાવરણ ઉભું કરાશે

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આવનારા દિવસોમાં આ ડ્રાઇવને વધુ મજબૂતીથી અને વિસ્તૃત રીતે અમલમાં મુકવામાં આવશે જેથી યુવતીઓ અને મહિલાઓ માટે સુરક્ષિત વાતાવરણ ઉભું થાય.તપાસ દરમિયાન વધુ કોઈ માહિતી સામે આવશે તો પણ પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવશે. તપાસ દરમિયાન કોઈ વ્યાજ વટાવના ધંધા સાથે જોડાયેલા ઈસમો મળી આવશે તો તેની પણ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે

 

ટોપિક્સ:suratteachersuicide news