Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Accident in as oil from scraper machine falls on road

VIDEO: Suratમાં સ્ક્રેપર મશીનમાંથી ઓઇલ રોડ પર પડતાં અકસ્માત, બાઈક સવાર પટકાયા

Timeછેલ્લું અપડેટ : 31 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરતના પાંડેસરા વિસ્તારમાં મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. રોડ સફાઈ કરતી સ્ક્રેપર મશીનમાંથી ઓઇલ રોડ પર પડતા અનેક બાઈક સવારો પટકાઈ ગયા હતા. ચીકુવાડીથી લઈને ગુજરાત હાઉસિંગ બોર્ડ સુધીના માર્ગ પર આ ઓઇલ ફેલાવાનું કારણે રોડ લિસો બન્યો હતો. આ અકસ્માતમાં અનેક બાઈક ચાલકોને ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી અને રોડ પરથી ઓઇલ દૂર કરવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો. 

App Store

 

 

ટોપિક્સ:suratscraper machineaccident