Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : A fierce fire broke out again at the garbage dumping site in Khajod

VIDEO: ખજોદ સ્થિત કચરાના ડમ્પિંગ સાઈટ પર ફરી ભીષણ આગ ફાટી નીકળી, ધૂમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા

Timeછેલ્લું અપડેટ : 24 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના ખજોદ સ્થિત કચરાના ડમ્પિંગ સાઈટ પર ફરી એકવાર ભીષણ આગ ફાટી નીકળી છે. એકાએક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. ફાયર વિભાગની વિવિધ ટીમોનો કાફલો પહોંચ્યો અને આગ ઓલવવા જહેમત ઉઠાવી હતી. આ અંગે કોઈ અધિકારી કંઈ બોલવા તૈયાર નથી. તંત્ર આગની ઘટનાને લઈ કંઈક છુપાવી રહી હોય તેવી આશંકા છે. કેમ કે તમામ ગેટ પર સિક્યોરિટી ગાર્ડ તૈનાત કરી દેવાયા છે. મીડિયાને પણ પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે અને પ્રવેશ માટે પરમિશન માગી રહ્યા છે. મહત્વનું છે કે અગાઉ પણ અહીં આગના બનાવો બની ચૂક્યા છે અને તંત્ર દ્વારા આ મામલો દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 

App Store