Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : 7th standard student was molested by giving him in tea

તમારા બાળકને સ્કૂલ વાનમાં મોકલતા પહેલાં સાવધાન, સુરતમાં ચામાં કેફી પીણું પીવડાવી ધો.7ની વિદ્યાર્થિની સાથે છેડતી

Timeછેલ્લું અપડેટ : 02 Jan 2025
લાઇવ ટીવીGoogle News
તમારા બાળકને સ્કૂલ વાનમાં મોકલતા પહેલાં સાવધાન, સુરતમાં ચામાં કેફી પીણું પીવડાવી ધો.7ની વિદ્યાર્થિની સાથે છેડતી

સુરતમાં બાળકીઓ સાથેના અત્યારોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સચિન વિસ્તારમાં એક સ્કૂલવાન ચાલકે ધોરણ 7ની વિદ્યાર્થિનીને ચામાં કેફી પદાર્થ પીવડાવી તેની સાથે શારીરીક છેડછાડ કરી હતી. ઘેનમાં પણ ડ્રાઈવરની હરકત જાણી ગયેલી વિદ્યાર્થિનીએ સ્કૂલ વાનમાંથી વચ્ચે જ ઉતરી જઈ ફ્રેન્ડના પિતાને જાણ કરી હતી અને ત્યારબાદ તેના પિતાને જાણ થતા સ્કૂલવાન ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી.

App Store

આ પણ વાંચોઃ Video: બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાવી દેતા કાર નીચે કચડાઈ વૃધ્ધા, અકસ્માત બાદ ચાલક નાસી ગયો

વાનમાં બેસાડી ચા પીવડાવી

સચિનમાં રહેતી 13 વર્ષીય કિશોરી ધોરણ 7માં અભ્યાસ કરે છે. તેના પિતા જ્વેલરી કંપનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. કિશોરી રોજ ઘરેથી સ્કૂલવાનમાં સ્કૂલે જતી હતી. છેલ્લા કેટલાક દિવસથી સચિન કડી મહોલ્લા ખાતે રહેતો સ્કૂલવાનનો ડ્રાઈવર સુભાષ નિમ્બા પવાર તેને ઘરેથી લેવા માટે વહેલો પહોંચી જતો હતો અને રસ્તામાં ચા પીવડાવતો હતો. મંગળવારે સવારે પણ તે વહેલો પહોંચી ગયો હતો અને વિદ્યાર્થિનીને વાનમાં બેસાડી રસ્તામાં ચા પીવડાવી હતી.

વિદ્યાર્થિની હરકત પામી ગઈ

ચામાં કેફી પદાર્થ હોવાથી વિદ્યાર્થિની અર્ધબેભાન જેવી થતા સ્કૂલવાનના ડ્રાઈવર સુભાષે વિદ્યાર્થિનીનો હાથ પકડી લીધો હતો અને શારીરીક છેડછાડ કરી હતી. સ્કૂલવાન ડ્રાઈવરની હરકત પામી જતા વિદ્યાર્થિની વાનમાંથી ઉતરી ગઈ હતી અને નજીકમાં રહેતી ફ્રેન્ડના પિતાને આ વાતની જાણ કરી હતી. જેથી ફ્રેન્ડના પિતાએ વિદ્યાર્થિના ઘરે જાણ કરી હતી. આખરે વિદ્યાર્થિનીના પિતાએ સ્કૂલવાન ડ્રાઈવર સામે ફરીયાદ નોંધાવતા પોલીસે તેની સામે પોસકો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.