સુરતની આ હોટલમાં ચાલતા દેહ વ્યાપારના 'વેપલા' પર રેડ, 7 લલનાઓ પાસે કરાવાતો ધંધો
સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાની જગ્યાએ હવે દેહવ્યાપારના વેપલા માટે હોટલો ઠેર ઠેર ધમધમી રહ્યાં છે. ત્યા

સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાની જગ્યાએ હવે દેહવ્યાપારના વેપલા માટે હોટલો ઠેર ઠેર ધમધમી રહ્યાં છે. ત્યારે સુરતના ઉત્રાણ વિસ્તારમાં હોટલમાં દેહ વ્યાપારનો ધંધો ચાલતો હતો. જેથી આ અંગેની ફરિયાદ મળતાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. જેમાંથી હોટલના મેનેજર સહિત 3 પુરુષો અને કમિશન પર રખાતી દેશભરમાંથી લવાયેલી 7 લલનાઓને મુક્ત કરાવવામાં આવી હતી.
હોટલ ભાડે રાખી ચાલતો વેપલો
ઉત્રાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સુદામા ચોકમાં પનવેલ પોઇન્ટમાં હાઇ વ્યૂ નામની હોટલમાં ગેરકાયદેસર રીતે દેહ વ્યાપાર ચાલતો હોવાની ફરિયાદ મળી હતી. જેના આધારે પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિંકીગ યુનીટ ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી.જેમાં હોટલના મેનેજર વિજયસિંહ ઉર્ફે કાનો હઠીશંગભાઇ પરમાર તથા હોટલ ભાડે રાખનાર જોનીલ દિલીપભાઇ કેવડીયા અને હોટલની રૂમો ભાડે રાખનાર ભાવનાબેન મરાઠી તેમજ શિવમ ગજેરાએ હોટલના ભાડાની રૂમમાં કુલ-૦૭ ભારતીય મહિલાઓને રાખી તેમની પાસેથી પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર દેહવેપારની પ્રવૃતિ કરાવતા હતાં.
મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી મહિલાઓ લવાતી હતી
ગ્રાહકો પાસેથી પૈસા લઈ પોતાનું કમિશન કાઢી લેતા હતાં. રેઇડ દરમિયાન રોકડા રૂપિયા ૧૫,૫૦૦ તથા મોબાઇલ ફોન નં.૦૨ જેની કિંમત 41હજાર તેમજ હોટલના લાઇટ બીલ, ગુગલ પે સ્કેનર મળી કુલ ૫૬,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કરવામા આવેલ છે. તેમજ હાજર નહીં મળી આવેલ હોટલ ભાડે રાખનાર જોનીલ દિલીપભાઇ કેવડીયા તેમજ હોટલની રૂમો ભાડે રાખનાર ભાવનાબેન મરાઠી અને શિવમ ગજેરાને વોન્ટેડ જાહેર કરાયા છે. હોટલમાં રખાયેલી મહિલાઓમાં 3 ગુજરાતની, મહારાષ્ટ્રની 3 અને રાજસ્થાનની 1ને મુક્ત કરાવવામાં આવી છે.








