મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરત: ઓલપાડનું સાયણ ગામ બેટમાં ફેરવાયું, ધારાસભ્ય મુકેશ પટેલે અસરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત

સુરત જિલ્લાના ઓલપાડ વિધાનસભા વિસ્તારમાં આવતું સાયણ ગામ સતત બે દિ

તસવીર: gstv

સુરત જિલ્લાના ઓલપાડ વિધાનસભા વિસ્તારમાં આવતું સાયણ ગામ સતત બે દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદને કારણે હાલ બેટમાં ફેરવાઈ ગયું છે. સાયણના તમામ વિસ્તારોમાં અત્ર-તત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, જેના કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે ખાસ કરીને સાયણના કાશી ફળિયા વિસ્તારની મુલાકાત લઈ સ્થાનિકોની સમસ્યાઓ જાણી હતી અને તેમને જરૂરી મદદની ખાતરી આપી હતી. વહીવટી તંત્ર દ્વારા પાણીના નિકાલ અને જરૂરિયાતમંદ લોકો માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેથી કરીને સ્થાનિકોને પડતી હાલાકીમાં ઘટાડો થઈ શકે.

આ સમાચાર શેર કરો