સુરત/ પાંડેસરામાં બાઈક અડફેટે યુવકનું મોત, બે બાળકોએ ગુમાવી પિતાની છત્રછાયા
સુરતમાં અકસ્માતોના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે પાંડેસરા વિસ્તારમાં એક બાઈકે યુવકને અડફે

સુરતમાં અકસ્માતોના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે પાંડેસરા વિસ્તારમાં એક બાઈકે યુવકને અડફેટે લીધો હતો. જેથી યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાદમાં યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું. બે બાળકોના પિતાનું મોત નીપજતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
રાહદારીએ 108ને જાણ કરી
મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને પાંડેસરા વિસ્તારમાં વિજય પાલ ચૌધરી રહેતા હતાં. આજે તેો જોબ પરથી ઘર તરફ આવી રહ્યાં હતાં. ત્યારે કૈલાસ ચોકડી પાસે અકસ્માત સર્જાયો હતો. બાઈક (g j 05 hv 4338)એ ટક્કર મારી હતી. જેથી વિજય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. બાદમાં રાહદારીઓએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જેથી ઈજાગ્રસ્ત વિજયને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
બાળકો-પત્ની વતનમાં રહે છે
હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન વિજયનું મોત નીપજ્યું હતું. મૃતક વિજય ઘરમાં કમાનાર એક જ હતો. તે સાળા સાથે રહેતો હતો. જ્યારે બે બાળકો અને પત્ની વતનમાં રહે છે. વિજયના સંતાનોમાં એક 10 વર્ષનું બાળક અને બીજું 7 વર્ષનું બાળક છે. વિજયના મોતને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.








