સુરત/ કેમિકલ કંપનીમાં અનીતા એન્ટપ્રાઈઝમાં લાગી આગ, બે કામદારો હાથે-પગે ગંભીર રીતે દાઝ્યા
સુરતના પાંડેસરાના ભેસ્તાનમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં અચાનક આગ ફાટ

સુરતના પાંડેસરાના ભેસ્તાનમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેથી ગભરાઈ ગયેલા કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી. આગમાં દાઝી ગયેલા બે કામદારોને સારવાર માટે નવી સિવિલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં હાથે-પગે ગંભીર રીતે દાઝી ગયેલા કામદારોની સારવાર શરૂ કરવામાં આવી હતી.
બોઈલર પાસે લાગી આગ
મળતી વિગતો અનુસાર પાંડેસરાના ભેસ્તાનમાં ગણેશકૃપા ઈન્ડસ્ટ્રીયલમાં અનીતા એન્ટરપ્રાઈઝર નામની કેમિકલ બનાવવાની ફેક્ટરીમાં કામદારો કામમાં વ્યસ્ત હતાં. તે સમયે બોઈલર પાસે અચાનક આગ ફાટી નકીળી હતી. જો કે કેમિકલના લીધે જોત જોતામાં આગ વિકરાળ બની હતી. જેથી કામદારો ગભરાહટના માર્યા દોડવા લાગ્યા હતાં. જો કે, બોઈલર પાસે કામ કરી રહેલા બે કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતાં.
ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
આગના લીધે કેમિકલના 25થી 30 ડ્રમ, મશીન, વાયરિંગ સહિતની ચીજવસ્તુઓને નુકસાન થયું હતું. આ બનાવમાં ત્યાં કામ કરતી વખતે દાઝી ગયેલા રૂદ્ર કપીલ પાંડે અને રોહિત મિતેશ ચૌધરીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બન્નેના હાથ-પગ દાઝી ગયા હોવાથી સારવાર શરૂ કરવામાં આવી છે.








