Surat News: શિવ રેસિડન્સી દીવાલ ધરાશાયી મામલે સુરત પાલિકા કમિશનર આકરા થયા
સુરતમાં શિવ રેસિડન્સી દીવાલ ધરાશાયી મામલો ઘણો ચર્ચામાં છે.

સુરતમાં શિવ રેસિડન્સી દીવાલ ધરાશાયી મામલો ઘણો ચર્ચામાં છે. આ દરમિયાન સુરત પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ આકરા મૂડમાં જોવા મળ્યા હતા. તેમણે પાલિકા ઉચ્ચ અધિકારીઓને કામે લગાડ્યા છે. સાથે જણાવ્યું કે, હાઈ લેવલની કમિટી બનાવી અને SMCની તમામ ટીમો વોલ બનાવવા કામે લાગી છે. જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે. બિલ્ડીંગનો સ્ટેબિલિટી રિપોર્ટ અને કોક્રીટ વોલ બનવવા માટે SMCની ટીમો કામે લાગી છે. જવાબદાર અધિકારીઓને છોડવામાં નહીં આવે.




