મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

‘હું પણ ગે છું’ કહીને ડેટિંગ એપ થકી મિત્રતા કેળવતા, પછી એકલામા બોલાવી શરુ થતો સાટીયા ગેંગનો ખેલ, આ રીતે ઝડપાયા

સોશ્યિલ મિડીયા પ્લેટફોર્મ પર લોકો જાણીતાની સાથે અજાણ્યા સાથે પણ વાતો કરતાં હોય છે. ત્યારે અલગ અલ

‘હું પણ ગે છું’ કહીને ડેટિંગ એપ થકી મિત્રતા કેળવતા, પછી એકલામા બોલાવી શરુ થતો સાટીયા ગેંગનો ખેલ, આ રીતે ઝડપાયા

સોશ્યિલ મિડીયા પ્લેટફોર્મ પર લોકો જાણીતાની સાથે અજાણ્યા સાથે પણ વાતો કરતાં હોય છે. ત્યારે અલગ અલગ સમૂદાયના લોકો માટે પણ આજે અલગ-અલગ ડેટિંગ એપ સોશિયલ મીડિયા પર અસ્તિત્વ ધરાવે છે. આવી એપ પર ઘણા ધૂતારાઓ પણ પોતાને એ સમૂદાયના ગણાવીને લોકોને ફસાવતાં હોવાના કિસ્સો સુરતના અમરોલી વિસ્તારમાં સામે આવ્યો છે. જેમાં ધૂતારાઓની ગેંગ સોશિયલ મીડિયાથી યુવકોને શિકાર બનાવીને પોતાની જાળમાં ફસાવતાં હતાં. સમગ્ર કારસો જ્યારે પોલીસ સામે આવ્યો ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ ગઈ હતી. 

ડેટિંગ એપથી આ રીતે ફસાવાતા

સોશિયલ મીડિયા પ્લેટફોર્મની બ્લુય લાઇવ એન્ડ ડેટિંગ અને ગ્રીન્ડર ઓનલાઇન ડેટિંગ સહિતની અલગ-અલગ ડેટિંગ એપ ખાસ ગે લોકો માટેની છે. આ એપ સુરતના એક રત્નકલાકારે ડાઉનલોડ કરી હતી. બાદમાં આ યુવક સાથે સામેથી સાટીયા ગેંગના સભ્યોએ રત્નકલાકારને પોતે ગે હોવાનું અને અમેરિકાથી આવ્યો હોવાનું કહીને વાતો શરૂ કરી હતી. રોજે રોજ આ એપ થકી રત્નકલાકાર સાથે મીઠિ મીઠિ વાતો કરવામાં આવતી હતી. જેથી રત્નકલાકાર તેની જાળમાં ફસાઈ ગયો હતો. 
શરીર સુખ માણવા બોલાવીને પોત પ્રકાશ્યું

સાટીયા ગેંગના સાગરીતે અમેરિકાથી ખાસ આવ્યો હોવાનું કહ્યું હતું. સાથે જ કહ્યું કે, થોડો સમય જ છું. એટલે શરીર સુખ માણવું હોય તો રત્નકલાકરને અમરોલી આવવાં કહ્યું હતું. જેથી રત્નકલાકાર યુવક અમેરોલી મેઇન રોડ સ્થિત સહયોગ મેડિકલ નજીક આર્શીવાદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં ગયો હતો. જ્યાં રત્નકલાકાર યુવકના ફ્લેટમાં જ નગ્ન અને અર્ધનગ્ન ફોટો સાથે વીડિયો ઉતારી લેવામાં આવ્યાં હતાં.  

બ્લેકમેઈલ કરવાની ધમકી

રત્નકલાકાર યુવકને નગ્ન અને અર્ધનગ્ન ફોટો-વીડિયો સાટીયા ગેંગે બતાવ્યાં હતાં. બાદમાં રત્નકલાકાર યુવક પાસે 75 હજાર રૂપિયાની માગ કરવામાં આવી હતી. ગાયના ઘાસચારાના નામે રત્નકલાકાર પાસેથી બ્લેકમેઈલિંગના નામે રૂપિયા મગાયા હતાં. પરંતુ રત્નકલાકાર પાસે રૂપિયા નહોતા. આખરે 20 હજાર રૂપિયા પડાવી લીધા હતાં. રત્નકલાકારે આ અંગે ફરિયાદ કરી હતી. જેથી સાટીયા ગેંગને પોલીસે ઝડપી લીધી હતી.

પકડાયેલા આરોપીઓના નામ

અંકિત ભરત ત્યાગી 
સુરેશ ઉર્ફે સૂર્યો મોતીભાઇ સાટીયા 
મનોજ મગન ચૌહાણ 
બાળ કિશોર
સુરેશનાભાઇ વિજય મોતીભાઇ સાટીયા (વોન્ટેડ) 

આ સમાચાર શેર કરો