મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતના ઠગ ભૂવાએ તાંત્રિક વિધિના નામે મહિલાની સંપત્તિની સાથે આ રીતે લૂંટી લીધુ શિયળ

21મી સદીમાં પણ ભૂત-ભૂવાના ચક્કરમાં ફસાતા લોકો જોવા મળી રહ્યાં છે. લાલચમાં ફસાઈને પોતાનું સર્વસ્

સુરતના ઠગ ભૂવાએ તાંત્રિક વિધિના નામે મહિલાની સંપત્તિની સાથે આ રીતે લૂંટી લીધુ શિયળ

21મી સદીમાં પણ ભૂત-ભૂવાના ચક્કરમાં ફસાતા લોકો જોવા મળી રહ્યાં છે. લાલચમાં ફસાઈને પોતાનું સર્વસ્વ ગુમાવી બેસતાં અનેક દાખલાં જોવા મળે છે. ત્યારે તાંત્રિક વિદ્યાના રવાડે ચઢેલી સુરતના સરથાણાની પરિણીતાએ રૂપિયાની સાથે આબરૂ પણ ગુમાવી છે. ઠગ ભૂવાએ પોતાની પત્ની સાથે મળી પરિણીતાના રૂપિયા 14 લાખ લૂંટી લીધા છે. એટલું જ નહીં છેલ્લા બે વર્ષ દરમિયાન અવારનવાર પરિણીતા સાથે દુષ્કર્મ પણ આચર્યુ છે. ભૂવાએ રૂપિયા અને આબરૂ બંને લૂંટી હોવાનું ભાન થતાં આખરે પરિણીતાએ ભૂવા વિરુદ્ધ પોલીસને ફરિયાદ કરી છે.

મહિલા આર્થિક સ્થિતિ સુધારવા ઈચ્છતી

સરથાણામાં રહેતી પરિણીતાના પરિવારની આર્થિક સ્થિતિ દારૂણ હતી. તેથી તે પ્રમુખ પાર્ક સોસાયટીમાં મકાન નંબર 283માં રહેતા અને તાંત્રિક વિદ્યા જાણતા કનુ ઉર્ફે કલ્પેશ કોરાટ પાસે ઉપાય માટે ગઈ હતી. અહીં કલ્પેશ બાપુ તરીકે તાંત્રિક વિધિ કરતો જ્યારે તેની પત્ની હેતલ બા મંદિરમાં માતાજી તરીકે બિરાજતા હતા.પરિણીતાએ પરિવારની સ્થિતિ વિશે જણાવતા ઠગ ભૂવાએ દર મંગળવારે દર્શન કરવા આવવા કહ્યું હતું. તેથી પરિણીતા દર મંગળવારે દર્શન માટે જતી હતી.

માયાના નામે રૂપિયા પડાવ્યા

એકવાર ઠગ ભૂવાએ પરિણીતાને કહ્યું કે, 'તમારા વતનમાં આવેલા જૂના મકાનમાં માયા છે. જે કાઢવા વિધિ કરવી પડશે. લાંબા ટૂંકા પૈસાની જરૂર પડશે'. તેમ કહીને મંદિરના માતાજી હેતલ બા તથા ભૂવાએ પરણીતાને ફસાવી હતી. પરિવારની સ્થિતિ નબળી હોવા છતાં પરિણીતા રૂપિયા આપવા તૈયાર થઈ હતી. બે વર્ષમાં ભૂવા અને તેની પત્નીએ ટુકડે ટુકડે રૂપિયા 14 લાખ જેટલી રકમ પરિણીતા પાસે પડાવી હતી.

વિધિના નામે દુષ્કર્મ આચરતો

ઠગ ભૂવો વિધિ કરવાના બહાને પરિણીતાને પોતાના ઘરે મંદિરના મઢમાં બોલાવતો હતો. પરિણીતા અંદર આવે ત્યાર બાદ મઢનો દરવાજો અંદરથી બંધ કરી દેતો હતો. પરિણીતાને ધ્યાનમાં બેસાડતો. લીંબુ-મરચાં તેના ઉપરથી ઉતારતો, ત્યારે આંખો બંધ રાખવા કહેતો હતો. ત્યાર બાદ ભૂવો હું કહું તેમ કરવાનું છે. નહીં, તો માયાની પ્રાપ્તિ નહીં થાય. તેવું કહી પરિણીતાના કપડા ઉતારતો હતો. પરિણીતા ના પાડે તો આંખો કેમ ખોલી તેમ કહી જમીન પર સૂવડાવી દઈ પરિણીતાને માર મારતો હતો. ત્યાર બાદ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરતો હતો.

હીરા મોતીની લાલચ અપાતી

ઠગ ભૂવાએ તાંત્રિક વિધિ કર્યા બાદ પરિણીતાને એક તાંબાના કળશ ઉપર કપડું બાંધી આપ્યું હતું. આ કળશ ઘરમાં રાખવા સૂચના આપી હતી. થોડા સમય બાદ તેમાંથી હીરા મોતી નીકળશે એવું કહ્યું હતું. ખરેખર તો ઠગ ભૂવાએ કળશની અંદર પથ્થર ભરીને પરિણીતાને આપી દીધા હતા. બાદમાં પરિણીતાએ ઘરે કપડું ખોલતા તેની સાથે છેતરપિંડી થઇ હોવાની જાણ થઈ હતી.

આ સમાચાર શેર કરો